Monday, July 21, 2008

નમસ્કાર !
મીત્રો,
ઘણાં સમયથી મનમાં એક વિચાર,નક્કરસ્વરૂપે પ્રગટવા મથી રહ્યો હતો.
મારી ગઝલ મારા જ અવાજમાં રજૂ કરવાની અને એક નવો જ બ્લોગલઈને મીત્રો /ભાવકોવચ્ચે જવું નિજાનંદભાવે.
આજ એ શક્ય બન્યું છે.
આજ્થી,shabdaswar.blogspot.com પર રજૂ થશે મારી ગઝલ મારા જ અવાજમાં !
ક્યારેક તરન્નુમમાં ,ક્યારેક પઠનસ્વરૂપે.
આપના પ્રતિભાવ હંમેશની જેમ સાદર સ્વીકાર્ય રહેશે,

આજે પ્રસ્તુત છે શબ્દસ્વર શ્રુંખલાની પ્રથમ ગઝલ મારા જ અવાજમાં........

સપનાંએ બાંધેલા સંબંધ સાચવતાં-સાચવતાં,કેટલું ખોવાય છે
દરિયાની ધૂળ જેમ ખારાશ પીધેલી આંખેથી કેટલું જોવાય છે !



13 comments:

चिराग: Chirag Patel said...

ઘણો જ સરસ પ્રયાસ. અભીનન્દન!

Anonymous said...

are vaah maheshbhai... kya baat hai..!! bahot khub, bahot khub! Hearty Congrats!!

you really have a very nice voice...!!
I think you should even sing your gazals with music and record an alubm in your own voice!! :-)

-'Urmi'

Anonymous said...

નવા બ્લોગ માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન!!

લગે રહો મહેશભાઈ...! :-)

www.urmisaagar.com

None said...

સ્વર સંગાથે શબ્દ હવે વધુ સૂક્ષ્મ રીતે ભાવકો સુધી પહોંચશે.

આપનો અવાજ તરન્નુમને સાનુકૂળ છે.

વિવેક said...

પ્રિય મહેશભાઈ,


આપનો શબ્દ અને અવાજ -બંને આમ તો અપરિચિત નહોતા. પણ આજે આપનો સ્વર તરન્નુમમાં સાંભળી ખૂબ આનંદ થયો. એકી બેઠકે ત્રણ વાર આ ગઝલ સાંભળી લીધી. આખા દિવસમાં હજી વારંવાર સાંભળતો રહીશ.

અભિનંદન અને શુભેચ્છાઓ... આપની તમામ ગઝલો આ રીતે આપના ઘૂંટાયેલા મર્દાના અવાજમાં વારંવાર સાંભળવાનું ગમશે. વૈશાલીએ પણ ખાસ અભિનંદન પાઠવ્યા છે આ ગઝલ સાંભળીને.

ફરી એકવાર એક નમ્ર સૂચન કરવાથી નહીં ચૂકું. આપના જે બ્લૉગ અત્યારે કાર્યરત્ છે એમાં જ આ ઑડિયો બ્લૉગનો સમાવેશ શક્ય નહોતો? આમેય બ્લૉગ્સની ભરમાર વધતી જાય છે અને લોકો પાસે સમય ઘટતો જાય છે તો એક જ સરનામે બધું સાથે મળી જોય તો ખોટું શું? મને યાદ છે કે આપે કહ્યું હતું કે એકવાર નવેસર બ્લૉગ પર પુસ્તિકામાં ઉપલબ્ધ તમામ ગઝલો પ્રગટ થઈ જશે પછી આપ બંને બ્લૉગ્સને એક જ બનાવી દેશો.

Unknown said...

મહેશભાઈ...મઝા આવી. ગઈકાલે આખો દીવસ આ ગઝલ મનમાં ગણગણાવતો રહ્યો. આજે ફરી સાંભળી.

Pinki said...

અભિનંદન મહેશઅંકલ,
ખૂબ જ મજા આવી ... ખરેખર સુંદર અવાજ........
હવે album ક્યારે ?

સુરેશ જાની said...

તમારો અવાજ સાંભળવાની બહુ મજા આવી. હવે આ ડાઉન લોડ કરવાની સવલત પણ ઉમેરી દો, એટલે મારા આઈપોડમાં ઉમેરી દઉં અને ગાડી ચલાવતાં તમે બાજુમાં બેસી સંભળાવતા હો એવો ભાવ થાય.

vsahaj said...

Waah !

Unknown said...

ઉત્તમભાઈથી ન મુકી શકાયેલી કોમેન્ટ તેમના વતી..
––––––––––––––––––––––––––––––––––

વહાલા મહેશભાઈ,

ગઝલ તો બહુ જ સરસ; તેવો જ તમારો ઘુંટાયેલો–મર્દાના–ઘેઘુર–આત્મવીશ્વાસથી છલોછલ સ્વર. સોનામાં જાણે સુગંધ ભળી ! બ્લોગ વીશે મને ઝાઝું ભાનજ્ઞાન નથી. ભાઈ સુનીલે ફોન પર સમજાવ્યું ત્યારે સાંભળી શક્યો.

સાંભળી અમે ધન્ય થયાં. ભાઈ વીવેક લખે છે તેમ તમને સાંભળ્યા છે, ભાઈ જનકને ત્યાંના સાર્વજનીક સંમેલનમાંયે તમને સાંભળેલા, મારા ઘરે આવેલા ત્યારે પણ તમે આવી જ એક સરસ રચના તરન્નુમમાં સંભળાવી હતી. મારાથી પુછાઈ ગયેલું કે તમે શાસ્ત્રીય સંગીત શીખ્યા છો ?

સાચે જ, મઝા પડી ગઈ. ભાઈ વીવેકે અને સુરેશભાઈએ કરેલાં સુચન ધ્યાને લેશો. બીજું એક મારું સુચન કે, રચના સંભળાય ત્યારે કૃતી સામે જ હોય અને વંચાય પણ, એવું થઈ શકે ?

તમારી સમર્પીતતાને સલામ..ઉત્તમ અને મધુ,, સુરત.. uttamgajjar@hotmail.com

vijesh shukla said...

આનંદ..આનંદ
મિત્ર સુનીલ શાહે આ બ્લોગનો પરિચય કરાવ્યો.સરસ અવાજ...સ્વ. મુકેશના અવાજને મળતો અવાજ..!

...* Chetu *... said...

મહેશભાઇ... આપે મારી વાત નુ માન રાખ્યું અને બધાએ જે કહ્યું છે એ બધુ મે આપને પહેલા જ કહી દીધુ છે .. એટ્લે ફરી એ બધુ ના લખતાં .... હાર્દિક શુભેચ્છાઓ પાઠવુ છું...

Anonymous said...

Hello Uncle!

Really good try singing gazals in your own voice.

This Gazal is my favorite!

_ Kruti (Nira)