Thursday, November 27, 2008

મીત્રો !
આજે એક ગઝલ પ્રસ્તુત છે તરન્નુમમાં...

શબ્દો છે....

પાપણે ઘેરાય શ્રાવણ,તોય હું તો મૌન છું
બોલકું એકાંત છે પણ,તોય હું તો મૌન છું...

Monday, October 27, 2008

નમસ્કાર મીત્રો !
સૌ પ્રથમ તો,આપ સર્વે સુજ્ઞજનોને શુભ દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ....

આ પ્રકાશપર્વને આપણે દીવો કરીને ઉજવીએ છીએ,પણ
આજે,કંઈક જુદી રીતે પ્રકાશીત થઈ સમગ્ર અસ્તિત્વને ઝળહળ કરવાની વાત લાવ્યો છું.....

ઇશ્વર ગણાતું સત્ય,અપરંપાર છે
માણસપણું રૂંધાય ત્યાં દીવા કરો !



Monday, September 29, 2008

મીત્રો,
આજે એક ગઝલ પ્રસ્તુત છે-પઠનસ્વરૂપે

નદીનાં બેય કાંઠાનો ઘસારો,અર્થ માગે છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો,અર્થ માગે છે !



Thursday, September 11, 2008

નમસ્કાર મીત્રો!
આજે પ્રસ્તુત છે એક ગઝલ-તરન્નુમમાં...

તમે આવો પછી તમને, કરૂં હું વાત શમણાંની
ઘણાંવરસો જૂની છે પણ,ગણું હું વાત હમણાંની....



Thursday, August 21, 2008

મીત્રો!
આજે પ્રસ્તુત છે ગઝલ-પઠન સ્વરૂપે।

જીવનભરનાં સપનાં,અમલમાં મૂકીદઉં
'ને સંઘરેલી ઈચ્છા,ગઝલમાં મૂકીદઉં !


Friday, August 15, 2008

મીત્રો!
આજે પ્રસ્તુત છે ગઝલ....તરન્નુમમાં


સુખદ અંજામથી વંચિત કથાનક,ક્યાંસુધી લખવા!
અમારી લાગણી,ને એમનાં શક ક્યાંસુધી લખવા !


Monday, August 4, 2008

આજે પ્રસ્તુત છે એક ગઝલનુમા ગીત -તરન્નુમમાં...!

આ નોંધારાના મઘમઘતાં આધાર,તમને ઘણીખમ્મા
કે,બરછટ તડકે વરસ્યાં અનરાધાર,તમને ઘણીખમ્મા !



Friday, August 1, 2008

નમસ્તે મીત્રો !

આજની પ્રસ્તુતિમાં ગઝલ માત્ર પઠનસ્વરૂપે રજૂ કરી,આજના માણસને રજૂ કર્યો છે -આશા છે આપને ગમશે.

જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ,માણસ જેવો માણસ મળશે
સપનાં વેંચી રળતો અટકળ,માણસ જેવો માણસ મળશે...!



Tuesday, July 29, 2008

મિત્રો!આજે પ્રસ્તુત છે મારી એક સુંદર ગઝલ-પઠન સ્વરૂપે.....!

અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું
નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છુ



Friday, July 25, 2008

નમસ્કાર મીત્રો!આજે પ્રસ્તુત છે શબ્દસ્વર શ્રૃંખલાની વધુ એક ગઝલ...તરન્નુમમાં !

કોઈ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે, જલ કમલમાં હતું !



Monday, July 21, 2008

નમસ્કાર !
મીત્રો,
ઘણાં સમયથી મનમાં એક વિચાર,નક્કરસ્વરૂપે પ્રગટવા મથી રહ્યો હતો.
મારી ગઝલ મારા જ અવાજમાં રજૂ કરવાની અને એક નવો જ બ્લોગલઈને મીત્રો /ભાવકોવચ્ચે જવું નિજાનંદભાવે.
આજ એ શક્ય બન્યું છે.
આજ્થી,shabdaswar.blogspot.com પર રજૂ થશે મારી ગઝલ મારા જ અવાજમાં !
ક્યારેક તરન્નુમમાં ,ક્યારેક પઠનસ્વરૂપે.
આપના પ્રતિભાવ હંમેશની જેમ સાદર સ્વીકાર્ય રહેશે,

આજે પ્રસ્તુત છે શબ્દસ્વર શ્રુંખલાની પ્રથમ ગઝલ મારા જ અવાજમાં........

સપનાંએ બાંધેલા સંબંધ સાચવતાં-સાચવતાં,કેટલું ખોવાય છે
દરિયાની ધૂળ જેમ ખારાશ પીધેલી આંખેથી કેટલું જોવાય છે !