Thursday, November 27, 2008

મીત્રો !
આજે એક ગઝલ પ્રસ્તુત છે તરન્નુમમાં...

શબ્દો છે....

પાપણે ઘેરાય શ્રાવણ,તોય હું તો મૌન છું
બોલકું એકાંત છે પણ,તોય હું તો મૌન છું...

Monday, October 27, 2008

નમસ્કાર મીત્રો !
સૌ પ્રથમ તો,આપ સર્વે સુજ્ઞજનોને શુભ દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ....

આ પ્રકાશપર્વને આપણે દીવો કરીને ઉજવીએ છીએ,પણ
આજે,કંઈક જુદી રીતે પ્રકાશીત થઈ સમગ્ર અસ્તિત્વને ઝળહળ કરવાની વાત લાવ્યો છું.....

ઇશ્વર ગણાતું સત્ય,અપરંપાર છે
માણસપણું રૂંધાય ત્યાં દીવા કરો !Monday, September 29, 2008

મીત્રો,
આજે એક ગઝલ પ્રસ્તુત છે-પઠનસ્વરૂપે

નદીનાં બેય કાંઠાનો ઘસારો,અર્થ માગે છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો,અર્થ માગે છે !Thursday, September 11, 2008

નમસ્કાર મીત્રો!
આજે પ્રસ્તુત છે એક ગઝલ-તરન્નુમમાં...

તમે આવો પછી તમને, કરૂં હું વાત શમણાંની
ઘણાંવરસો જૂની છે પણ,ગણું હું વાત હમણાંની....Thursday, August 21, 2008

મીત્રો!
આજે પ્રસ્તુત છે ગઝલ-પઠન સ્વરૂપે।

જીવનભરનાં સપનાં,અમલમાં મૂકીદઉં
'ને સંઘરેલી ઈચ્છા,ગઝલમાં મૂકીદઉં !


Friday, August 15, 2008

મીત્રો!
આજે પ્રસ્તુત છે ગઝલ....તરન્નુમમાં


સુખદ અંજામથી વંચિત કથાનક,ક્યાંસુધી લખવા!
અમારી લાગણી,ને એમનાં શક ક્યાંસુધી લખવા !


Monday, August 4, 2008

આજે પ્રસ્તુત છે એક ગઝલનુમા ગીત -તરન્નુમમાં...!

આ નોંધારાના મઘમઘતાં આધાર,તમને ઘણીખમ્મા
કે,બરછટ તડકે વરસ્યાં અનરાધાર,તમને ઘણીખમ્મા !